દીકરીની માં

  • 4k
  • 1
  • 1.7k

શૂરતા ખૂબ શ્રીમંત કુટુંબમાં ઉછરેલી. વળી,તેનાં લગ્ન પણ એવા જ સુખી-સંપન્ન કુટુંબમાં થયા. એટલે એ તો આ જીવન બદલ રોજ મનોમન ઇશ્વરનો આભાર માન્યા કરતી. જેવું નામ એવા જ એના ગુણ. કોઈ કામકાજમાં કે કોઈની મદદમાં ક્યારેય પીછેહઠ ન કરે. બસ વસવસો તો એક જ વાતનો હતો કે તેને દીકરીની માં બનવાની આશા હતી અને ભગવાને એને બે-બે દીકરાની માતા બનાવી. કોઈકની નાની નાની છોકરીઓને રમતાં જૂએ ને એની નજર ત્યાં જ સ્થિર થઈ જાય.એના મનમાં અનેક મહેચ્છાઓ જાગીને વિખેરાઈ જાય.આ જોઈ તેના પતિ આશુતોષે એને કહ્યું કે "ચાલ કોઈ અનાથાશ્રમમાં જઈએ ને કોઈ નિરાધારનો આધાર બનીએ." પણ, કોણ જાણે