જલધિના પત્રો - 4 - વિતેલા બાળપણને પત્ર

  • 2.3k
  • 1k

વ્હાલા બાળપણ, તું મજામાં જ હશે એમ કહેવું તો શક્ય નથી. પણ , તું ખરેખર મજાનું હતું એમ જરૂર કહીશ. હાથમાંથી રેતી સરકે તેમ ઝડપથી તું પણ વીતી ગયું. અને જિંદગી જાણે પરિપક્વતાના આરે આવી અટકી ગઈ. તારી સાથે જ તો મેં આ જિંદગીની પ્રથમ પાપા પગલી માંડેલી. મારા લથડતા પગ સાથે ચહેરા પર નિર્દોષ હાસ્ય અને બાળસહજ સરળતા તારી જ તો ઝાંખી હતા. કાલીઘેલી બોલીના બોલાવનાર અનેક સ્નેહીજનોની વણઝાર, માતૃ કંઠે ગવાતું મીઠું હાલરડું અને હેતના કોળિયા તારા હોવાની પ્રત્યક્ષતાની સાક્ષી હતા. બાળપણ ! તું હતું તો, મારું કલ્પનાનું જગત પણ ન્યાલ હતું. બાળપણની નિખાલસ મૈત્રી, મિત્રો સાથે લડવું