સંબંધની પરંપરા - 21

  • 2.7k
  • 1
  • 1.2k

મોહનને બીજે દિવસે શહેરમાં જવાન હતું. પણ, તે ગમે તેમ કરીને મીરાંને મળીને જશે એવું નક્કી કર્યું. બીજી તરફ મીરાંએ પણ માતા જાનબાઈની રજા લઈ, ગીતાને સાથે લઈ મોહન શહેરમાં જાય છે. તો ત્યાં જઈને મળી લેશે એવું નક્કી કર્યું. પરિણામે સંજોગો એવા ઊભા થયા કે બે આતુર હૈયા એકબીજાને મળવાના આવેશમાં એકબીજાને મળવા એક સાથે જ ચાલી નીકળ્યા. મોહન મીરાંને મળવા ગામ તરફ ચાલ્યો અને મીરા ગીતાને લઈને શહેર તરફ... રોજ સવારે મીરાં પાણી ભરવા જાય એ રસ્તે પેલા શિવમંદિરના પગથિયે મોહન મીરાંની રાહ જોવા લાગ્યો. ઘણો વખત વીતી ગયો... પણ,આજે મીરાં પાણી ભરવા જ ના આવી. મોહને મીરાંને