સંબંધની પરંપરા - 14

  • 1.7k
  • 988

મીરાંને ગીતા સાથે વાત કરવાની ઉતાવળ તો હતી જ. એટલે જલ્દી જલ્દી કામ કરવા લાગી.એટલામાં મીરાંના બાપુ ધરમભાઈ આવી ગયા. મીરાં ફળિયું વાળીને કચરો નાખવા બહાર જઈ રહી હતી.એના બાપુને આવતા જોઈ એણે ફળિયામાંથી જ એની માં ને બૂમ પાડી..મીરાં : "ઓ માં...બાપુ આવી ગયા.પાણી ભરી દેજો ને..હું કચરો નાખવા જાઉં છું ...આવી હમણાં."(એટલું કહી એતો આતુર નયને ડેલા તરફ ચાલી)ધરની અંદરથી જાનબાઈનો અવાજ આવ્યો..જાનબાઈ : અરે એ મીરું ..તારે એવી તે હું ઉતાવળ સે..તું જ પાણી દેતી જા.આ માખણ કરુસું તે મારા હાથેય હારા નથ.પણ. મીરાં તો એની જ ધૂનમાં ઉતાવળી થતી કંઈ સાંભળ્યા વગર જ ચાલી ગઈ. ઘરમભાઈએ