(૧૦૫) સાગરનો વિરોધ મેવાડત્યાગ શિરોહી રાજ્યના સેનાપતિ કવિ દૂધા આસિયા પોતાના રાજ્યમાં પાછા ફર્યા. મહારાણા પ્રતાપના મનમાં વીર સુરતાણસિંહની વીરમૂર્તિ ખડી થઈ. મેરપુરના વીર પૂંજાજીએ ખબર આપ્યા હતા કે, સુરતાણજી મહાપરાક્રમી રાજપૂતી આનનો પક્કો રાજપૂત છે. શિરોહીની દોસ્તી મેવાડ માટે ઉપયોગી થાય તેમ છે. આવા વીરને સંબંધના બંધનમાં બાંધીને મૈત્રી કેમ મજબૂત ન કરી શકાય? યુવરાજ અમરસિંહની પુત્રી માટે સુરતાણસિંહ સર્વથા યોગ્ય હતો. “મહારાણાજી, ભારતમાં રજકીય જોડાણો માટે આવા લગ્નો ગોઠવવામાં આવતા. ખુદ ચાણક્યે સૈલ્યુકસ નિકેતરની પુત્રી હેલનને ચંદ્રગુપ્ત સાથે પરણાવવામાં ભાગ ભજવ્યો હતો. કૃષ્ણે પોતાની બહેન સુભદ્રા અર્જુન સાથે વરાવી, પાંડવોને પોતાના દોસ્ત બનાવ્યા. વિરાટ