ભારતીય ઇતિહાસમાં ગુહિલોત વંશ તથા મહારાણા પ્રતાપ - 104

  • 1.5k
  • 692

(૧૦૪)સિરોહીના રાવ સુરતાન સિંહને ધન્ય છે! -૧-         અરવલ્લીની ગિરિમાળાના એક છેડે આવેલા અર્બુદાચલની ઉત્તર દિશાએ શિરોહી રાજ્ય આવેલું છે. રાજપૂતાનાની ભૂમિ વીર-પ્રસવિની છે. શિરોહી  પણ એ વાતને સાર્થક કરે છે. શિરોહી દેવડા રાજપૂતોની ભવ્ય ગાથાઓની ક્રીડાભૂમિ છે. દ્ઢતા અને શક્તિના પૂજક શિરોહીના દેવડાઓએ માત્ર રાજપૂતાનામાં નહિ તે વખતે ભારતના ઇતિહાસમાં પણ પોતાનું આગવું સ્થાન પ્રાપ્ત કર્યું હતું. ગુજરાતના ચક્રવર્તી સમ્રાટ જયસિંહ સિદ્ધરાજે દેવડા રાજપૂતોને શિરોહીમાં વસાવ્યા હતા. ત્યાં તેમના આરાધ્ય દેવ યશોનાથજીનું મંદિર અડીખમ ઉભું છે. તેઓનો ઇતિહાસ જ્વલંત છે. માતૃભૂમિના મહાન પૂજારી ગણાય છે દેવડાના રાજપૂતો. પરદેશી આક્રમણખોરો સામે લડનાર સૌને સદાયે તેઓએ સાથ આપ્યો