ભારતીય ઇતિહાસમાં ગુહિલોત વંશ તથા મહારાણા પ્રતાપ - 101

  • 1.4k
  • 768

(૧૦૧) રહીમખાનની ભામાશા સાથે મુલાકાત          શહેનશાહ અકબર ભારતમાં, ભારતના બે શક્તિશાળી અને વિશાળ પ્રદેશો પંજાબ અને દક્ષિણ ભારતના રાજ્યોના સવાલોમાં વ્યસ્ત હતા. આ પ્રદેશમાં ઉગ્રતા આવી હતી. બગાવતોનો દોર ચાલતો હતો. સલ્તનતની મજબૂતાઇ માટે એ પ્રશ્નો પર સંપૂર્ણ ધ્યાન આપવું આવશ્યક બની ગયું હતું. પરિણામે રાજપૂતાના અને મેવાડ તરફ દુર્લક્ષ સેવ્યે જ છુટકો હતો. મનસબદાર એટલે સેનાપતિ, અકબરની સેનામાં દસ સૈનિકોના ઉપરીથી માંડીને દસ હજાર સૈનિકોના ઉપરી સુધીના મનસબદારો હતા. ટોચની જગ્યાએ એવો સેનાપતિ મુકવામાં આવતો, જે મોગલ ખાનદાન સાથે ગાઢ સંબંધમાં હોય, મિર્ઝા અબ્દુલ રહીમ ખાનખાનાન દસ હજારી સેનાપતિ હતા અને બાદશાહના ફોઇના દિકરા હતા, ઓરમાન ભાઇ હતા.