જ્યારે ભગવાન પુષ્કળ આપે, ત્યારે લોકો તેની કિંમત કેમ ભૂલી જતા હોય છે?કાલરા પરિવાર પાસે દુનિયાની તમામ સુખ-સુવિધાઓનો ભંડાર હતો અને બાળકોને ક્યારેય કોઈ વસ્તુની કમી નહોતી. રેયાંશ અને રોહન, યુવાન જોડિયા ભાઈઓ હતા અને ૭મા ધોરણમાં ભણતા હતા. શાબ્દિક રીતે, તેઓ રજવાડી જીવન જીવી રહ્યા હતા, એટલી હદ સુધી કે તેમની દરેક ઈચ્છા જાણે માતાપિતા માટે એક આદેશ હતો. અન્નનો બગાડ કરતા પહેલા, રેયાંશ અને રોહન ક્ષણભર પણ વિચારતા નહોતા. સ્કુલના ટિફિનમાં હમેશા જમવાનું પાછું આવતું. જ્યારે તેમને કારણ પૂછવામાં આવતું, ત્યારે તેમનો જવાબ હતો, “ઘરનું જમવાનું ખૂબ કંટાળાજનક છે. ઘણીવાર અમને ખાવાનું મન પણ નથી થતું.”રમતો રમવા અથવા