સાજીશ - 8

(42)
  • 4.3k
  • 2
  • 2.5k

૮. ગુલામ, બેગમ, બાદશાહ...! રોક્સી ક્લબના બારરૂમનું વાતાવરણ કેસીનો કરતાં પણ વધુ રંગીન હતું. ત્યાં નાનાં નાનાં ખૂબસૂરત બાર-કાઉન્ટર સામે ખુરશીઓ પડી હતી. બાર-કાઉન્ટરના રૅકમાં એક એકથી ચડિયાતી કીમતી વિદેશી શરાબની બોટલો ગોઠવેલી હતી. બારરૂમમાં પણ શાસ્ત્રીય સંગીતની સ્વર લહેરીઓ ગુંજતી હતી અને સમગ્ર હૉલમાં લીલો પ્રકાશ છવાયેલો હતો. કેસીનોની માફક અહીં પણ સુંદર યુવતીઓ ગ્રાહકોને શરાબ પહોંચાડતી હતી. ચહેરા તથા પોશાક પરથી બધી યુવતીઓ મુક્ત વિચારસરણી તથા રંગીન મિજાજની લાગતી હતી. રજની અને ધીરજ બારરૂમમાં દાખલ થયાં ત્યારે જ તેમને સોમચંદનાં દર્શન થઈ ગયાં. સોમચંદ એક બાર-કાઉન્ટર સામે બેસીને ધીમે ધીમે પોતાના હાથમાં જકડાયેલા પેગમાંથી સ્કોચના ઘૂંટડા ભરતો હતો,