સાજીશ - 2

(44)
  • 5.3k
  • 4
  • 3.2k

૨. અજિત મરચંટનું ખૂન... ! વિલાસરાય હૉસ્પિટલના ઑપરેશન થિયેટરમાં અત્યારે દિલીપ, રજની અને ધીરજ સ્ટ્રેચર પર સૂતેલા અજિત મરચંટ પાસે મોજૂદ હતાં. અજિતને સાધારણ ઈજા થઈ હતી, પરંતુ એક તો સુકલકડી દેહ અને ઉપરથી પુષ્કળ માત્રામાં લોહી વહી જવાને કારણે તેને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. એના જખમોનું ડ્રેસિંગ થઈ ગયું હતું. દિલીપે જોયું તો અત્યારે અજિત ખૂબ જ ભયભીત લાગતો હતો. એની આંખોમાં ડોકિયાં કરતો ભય સ્પષ્ટ રીતે જોઈ શકાતો હતો. 'સાહેબ...!' સૂતાં સૂતાં જ એણે દિલીપ સામે હાથ જોડીને કરગરતા અવાજે પૂછ્યું : ‘મારો શું વાંક છે... ? મેં શું કર્યું છે... ? 'આપ હાથ ધોઈને શા માટે