ધૂલો તો હરખપદૂડો (DTH) - 48

  • 1.5k
  • 686

ધૂલો તો હરખપદૂડો (DTH) - પ્રકરણ ૪૮ આપણે જોયું કે હિરકી હણહણાટ, એમના મિત્ર વર્ગની માસિક શનિવારીય બેઠક જે એના ઘરે ગોઠવાઈ છે, એના આહાર બંદોબસ્ત માટે ગુવારનું શાક, બાજરાનો રોટલો, કઢી, ખીચડી, છાસ અને ગોળ પાપડીનું મેનુ બનાવવા એમની સોસાયટીના સફાઈ કર્મચારીની માતાને ઓર્ડર આપ્યો છે. આ વાતની જાણ થતાં ત્યાં સોપો પડી જાય છે. હવે આગળ... હિરકી હણહણાટએ હિંમતવાન હાકલ કરી, "તમે કોઈ ચિંતા કરતાં નહીં. એક બા ત્રણ દિવસ પહેલાં જ દેશમાંથી અહીં આવ્યાં છે. એમની ગજબની હથોટી છે આ દેશી મેનુ બનાવવામાં. તેઓ દેશમાં રોજરોજ આ સ્વાદિષ્ટ અને અફલાતૂન ભોજન પંદરેક લોકો માટે, આમ ચપટી વગાડતાં