શિખર - 17

  • 2.4k
  • 3
  • 1.3k

પ્રકરણ - ૧૭ આજે શિખરનો જન્મદિવસ હતો. પરંતુ શિખરના ઘરમાં આજે એના બર્થ ડે ના ઉત્સાહ કરતા પણ એને જે પ્રોજેક્ટ માટે ગાંધીનગર જવાનું હતું એનો ઉત્સાહ એના ઘરમાં વધુ હતો. પલ્લવી એને સમજાવતાં કહી રહી હતી, "તમે લોકો બરાબર પ્રેઝન્ટેશન આપજો. કોઈ ભૂલ ન થાય એનું ખાસ ધ્યાન રાખજો. અને હા! ચિંતા બિલકુલ કરતાં જ નહીં. મને પૂરો વિશ્વાસ છે કે, તમે જરૂર નેશનલ લેવલ સુધી પહોંચી જ જશો." શિખરનું પલ્લવીની આ બધી વાતમાં કોઈ જ પણ પ્રકારનું ધ્યાન ન હતું. એને તો પોતનો બર્થ ડે ઉજવવો હતો પણ એના ઘરમાં કોઈને પણ એનો બર્થ ડે ઉજવવાની ઈચ્છા હોય