ઉનાળાનું વેકેશન વિતાવવા ગામડે ગયેલો નાનકડો જસ તેના દાદા પાસે ગયો,અને કહેવા લાગ્યો,"દાદા ઊંઘ નથી આવતી કોઈ વાર્તા કહો ને".દાદા જસને વાર્તા કહેવા લાગ્યા."એક હતું જંગલ,એકદમ સુંદર.આ જંગલમાં બધાજ પ્રાણીઓ, પશુ-પંખીઓ હળીમળીને રહેતા હતા.બધાજ સાથે મળીને બધા તહેવાર માનવતા અને ખુશીથી રહેતા હતા.આ જંગલમાં એક કોયલ અને મોર રહેતા હતા.જેમની વચ્ચે જરા પણ મિત્રતા નહતી.બન્ને હંમેશા એકબીજાના વિરુદ્ધમાં રહેતા.મોર દેખાવે સુંદર અને તે નાચતો પણ બહુ સારું એટલે નાના-મોટા બધાને તેને નીહાળવો બહુ ગમતો.કોયલ ગાતી બહુ સારું,એનો મીઠો આવાજ બધાના મન મોહી લેતો પણ,એ રંગે કાળી,એટલે લોકો એને ફક્ત સાંભળવુંજ પસંદ કરતા.એને જોવામાં કોઈને રસ નહતો.આજ કારણસર મોર અને કોયલ