સપ્ત-કોણ...? - 10

  • 2.5k
  • 1
  • 1.6k

ભાગ - ૧૦ નીરુ અને સુજન સિવાય હજી એક વ્યક્તિ વેજલપરમાં હાજર હતી જે નીરુ અને સુજનને કાળની ખાઈમાં ધકેલવા અધ્ધર પગે અને અધ્ધર તાલે ઉભી હતી. કાળની ક્રૂરતાની કરવત કેવી કરવટ લેવા જઈ રહી હતી એનાથી અજાણ નીરુ અને સુજન પોતાના સુખી સંસારના સપના જોઈ રહ્યા હતા. આભની અટારીએ ચમકતાં તારલા અને નીરુ-સુજન સિવાય આખું વેજલપર ખાલી અને સુમસામ હતું. બીજુ અન્ય ગ્રામજનો સાથે વેજલપરની સીમ વટાવી પુનિયાલા ગામ તરફ આગળ વધી રહી હતી. આકાશમાં ટમટમતા તારાના આછા અજવાળે રસ્તો ખુંદતા એકબીજાની ઓથે ચાલ્યા જતા પડછાયા કાળમિંઢ અંધારામાં ભૂતિયા ભાસતા હતા. નીરુ અને સુજન નદી પરનો દોરડાનો પુલ કાપી