ઋણાનુબંધ.. - 49

(17)
  • 2.8k
  • 2
  • 1.5k

પરેશભાઈની વાત સાંભળીને કુંદનબેને પણ એમની વાતને સહમતી આપી હતી. એમને પણ એવું જ માન્ય રાખ્યું હતું.સ્તુતિ ખુબ જ ડાહી હતી. મોટેભાગે બાળકો રાત્રે ખુબ જગાડે અને પજવે છે પણ સ્તુતિએ ક્યારેય રાત્રે પરેશાન કરી કે કજિયા કરીને પ્રીતિને હેરાન કરી હોય એવું બન્યું નહોતું. બધા જ બાળકોની સરખામણીમાં એ બધું જ જલ્દી શીખતી હતી. યાદશક્તી ખુબ સારી હતી. ચાર મહિનાની થઈ ત્યારે બેસતાં પણ શીખી ગઈ હતી. એને ઊંઘવું ગમતું નહોતું. બેસતાં શીખી એટલે સેજ પણ ઉંઘાડીએ એટલે રોવા લગતી હતી. એને બેસવું હોય, જેવી બેસાડીયે એટલે તરત ચૂપ થઈ જાય! વળી, મોઢામાં બે ઉપરની તરફ અને બે નીચેની