સુલોચના ગામડામાં એક મધ્યમ પરિવારમાં જન્મેલ ,દેખાવે ઘાટેલી, અણીયારી આંખો અને કપાળે તેજ ચમકતું ,હરણી જેવી ચાલ,એને જોઈને બધાની નજર ત્યાં જ અટકી જતી.સુલોચના ગામડામાં રહેતી અને એ દસમાં ધોરણમાં આવી અને તેની યુવાની જાણે સોળે કળાએ ખીલી ઉઠી હતી.એ સ્કૂલ જવા નીકળે એટલે બધાની નજર એની પર હોય,પણ સુલોચના એ ક્યારેય કોઈની સામે જોવાની ઈચ્છા કરી નહોતી.એની પાસે ફક્ત શિક્ષણ સિવાય કઈ પણ વાતમાં રસ નહિ,એની સખીઓ મળીને કહેતી ;અરે !સુલોચના બહાર પણ એક દુનિયા છે ! કેમ તું ક્યારેય કોઈ વાત માં ભાગ નથી લેતી .ત્યારે સુલોચના કહેતી મને કોઈ પણ વાતમાં રસ નથી.થોડાક સમય બાદ સ્કૂલમાંથી પ્રવાસનું