શિક્ષક દિવસએક શિક્ષક કહે છે હું કદી શીખતો નથી હું તો એવા સંજોગો પેદા કરું છું જેમાં વિદ્યાર્થી શીખે છે. શિક્ષક જીવનભર એક અભ્યાસી રહે છે. શિક્ષક તેની વાણી દ્વારા વિદ્યાર્થીઓને જ્ઞાનનું ભોજન પીરસે છે .એક સાચો શિક્ષક વાણી ,વર્તન અને વિચારથી શુદ્ધ હોવો જોઈએ. શિક્ષક એક સર્જક છે તે નવું નવું સર્જન કાર્ય કર્યા કરે છે .શિક્ષક વિદ્યાર્થીઓ માટે પથ દર્શક છે. જે માર્ગ ભૂલેલા વિદ્યાર્થીઓને રસ્તો બતાવે છે. શિક્ષક વિદ્યાર્થીઓની અંદર એક જ્ઞાન જ્યોત પેટાડવા મદદરૂપ થાય છે. શિક્ષક વિદ્યાર્થીની અંદર રહેલી ક્ષમતાને બહાર લાવવા પ્રયત્ન કરે છે. શિક્ષકનું કાર્ય કુંભારની જેમ કાળજીપૂર્વક બાળકને ઘાટ ઘડવાનો છે. 'ગુ'