ડાયરી - સીઝન ૨ - લાસ્ટ બૅન્ચર

  • 1.8k
  • 896

શીર્ષક : લાસ્ટ બેન્ચર ©લેખક : કમલેશ જોષી “તમને શું લાગે છે આપણે સુધરીએ એવા એક બે કે પાંચ ટકા પણ ચાન્સીસ છે ખરા?” એક દિવસ છેલ્લી બેન્ચના બાદશાહ એવા અમારા પાંચ જણામાંથી એકે બહુ ખતરનાક, ક્રાંતિકારી પ્રશ્ન પૂછી નાખ્યો. અમે સૌ એની સામે ડોળા ફાડીને તાકી રહ્યા. એ સિરિયસ હતો. અમે પૂછ્યું “કેમ શું થયું?” હવે એ અમારી સામે ડોળા ફાડી તાકી રહ્યો. અમને બેશરમીથી તાકતા જોઈ એણે જીભ ખોલી “આપણા ક્લાસમાં સૌથી ઠોઠ, બદમાશ અને મસ્તીખોર આપણે છીએ, દરેક સાહેબ ભણવા માટે મોટીવેશન આપે છે ત્યારે ‘જો ભણશો નહિ તો કોઈ મરચા ખાંડવા માંય નહિ રાખે કે મજૂરી