મૃગજળી ડંખ - ઉઘાડી આંખે પાળેલી પીડાની વ્યથા કથા - 9

  • 3.3k
  • 1.9k

પ્રકરણ ૯સાંજે કવિતાને જોવા હેમા અને મિતેષ આવ્યા. કવિતાને આમ જોતાં જ હેમાની આંખો લાગણીથી ભરાઈ ગઈ અને મિતેષની તિરસ્કારથી લાલ થઈ ગઈ. હેમાને જોઈ કવિતાથી રડવાનું ખાળી ન શકાયું અને એનાથી ધ્રુસકું મુકાઈ ગયું પણ સાથે ટાંકાની અસહ્ય પીડાને કારણે ઉંહકારો નીકળી ગયો અને હાથ ટાંકા ઉપર મુકાઈ ગયો. ગળે હાથ મૂક્યો કે તરત પરમ દોડી આવ્યો. હેમા રૂમની બહાર જતી રહી પાછળ મિતેષ પણ દોડી ગયો. પરમે માથે હાથ ફેરવી એને શાંત રાખવાનો પ્રયત્ન કર્યો. " તું જેટલું રડશે, જેટલો બળાપો કરશે એટલી તકલીફો વધતી જશે થયું એ ન થવાનું તો થશે નહિ. હવે તું સારી થઈ જાય