ધૂપ-છાઁવ - 111

(22)
  • 3.3k
  • 1
  • 2.1k

આઈ લવ યુ અપેક્ષા આઈ લવ યુ..અને મનમાં એ વિચાર સાથે તેમણે પોતાની પાસે રહેલા પીલોને પોતાની બાથમાં ભીડી લીધું જાણે તે અપેક્ષાને પોતાની બાથમાં ભીડી રહ્યા હોય તેમ અને કોઈ સુમધુર સ્વપ્નની દુનિયામાં ખોવાઈ ગયા. હવે આગળ.... સવારે જ્યારે તે ઉઠ્યા ત્યારે બિલકુલ ફ્રેશ મૂડમાં હતા અને પોતાના રૂમમાં જ તૈયાર થતાં થતાં મનમાં કોઈ રોમેન્ટિક ગીતની પંક્તિઓ ગણગણી રહી હતા. લાલજીભાઈ તેમને ચા નાસ્તો કરવા માટે જ્યારે તેમના રૂમમાં તેમને બોલાવવા માટે આવ્યા ત્યારે તેમણે આ જોયું તે પણ પોતાના શેઠને આમ રોમેન્ટિક મૂડમાં જોઈને ખુશખુશાલ થઈ ગયા. લાલજીભાઈ આ દ્રશ્ય જોવા માટે બે મિનિટ ત્યાં રોકાઈ ગયા