પ્રકરણ ૧૫ યુનો મહાસભા હોલ અલ-વાસીએ ફરી મતદાન શરૂ કર્યું. હોલના આગલા ભાગમાં પેનલો પર ૭૦ બટનો લીલાં ઝબકતા હતા અને ૭૯ લાલ. હોલમાં એલચીઓને બે અઠવાડિયા થઈ ગયા હતા. ખુદ અલ-વાસીનું શર્ટ ગંદુ અને કરચલીવાળું થઈ ગયું હતું. દાઢી પણ વધી ગઇ હતીં એલસી બેન ઈશાઈએ અલ-વાસીને આંગળી ચીંધી અને બોલવાનું શરૂ કર્યું. પણ અડધા વાકયે જ તે ભોંય પર બેભાન થઈ ઢળી પડ્યો. આરબ મુસબ ઉમર પાછળથી આવ્યો અને રાયફલની નળી બેન-ઈસાઈની ખોપરી ઉપર ફટકારી. પછી તે તેની જગ્યાએ પાછો ફર્યો. અલ-વાસીએ પ્રવચન શરૂ કર્યું. ' હવે અમારી ધીરજનો અંત આવ્યો છે. આજથી ખોરાક બંધ. ટોયલેટ પાણી બંધ.