પ્રોજેક્ટ પ્રલય - 8

(16)
  • 2.1k
  • 1
  • 1k

પ્રકરણ ૮ યુનો મહાસભા હોલ હોલમાં વાતાવરણ બદલાઇ ગયું હતું. દરેક દિવાલ અને બારણા પર સુરંગો ગોઠવાઈ ગઈ હતી. પેલેસ્ટાની- યનો ચારે દિવાલે ચોકી કરતા હતા. ડેલીગેટોને હુકમ વિના છોડવાની પરવાનગી નહોતી. ચાર-ચાર કલાકના આંતરે તેમને એઈલમાં પગ છૂટો કરવા હરવાફરવાની છૂટ અપાઈ હતી. સંડાસ જવા માટે રજા લેવા આંગળી ઉંચી કરવાની હતી. અલ-વાસી પોડીયમની એક ખુરશીમાં બેઠો હતો.બાકીની બે ખુરશીઓ ખાલી હતી. પોડીયમ પર બે ટીવી સેટ હતા. એક સેટ પર ડેલીગેટોના દ્વારનું દશ્ય જ સ્થિર હતું. બીજાના પડદા પર શીકાગોનો પાણી પુરવઠો ઝેરી બનાયાના સમાચાર પ્રસારિત થયા ત્યારે તે હસ્યો. તેણે સ્વીચ પાડી. પડદો સફેદ થઈ ગયો. તે