શિખર - 14

  • 2.7k
  • 1
  • 1.5k

પ્રકરણ - ૧૪ કોરોનાના વધતાં જતાં પ્રકોપને કારણે શિખર હવે ઓનલાઈન ક્લાસીસમાં ભણવાનો હતો. શરૂઆતમાં એને શાળામાંથી વિડીયો મોકલવામાં આવતા અને એ પ્રમાણે એક્ટિવિટી કરાવતા. જેમાં ક્યારેક ગીત પ્રમાણે એક્શન કરવાની હોય, ક્યારેક રાયમ્સ બોલવાની હોય તો કયારેક બાળકોને વેજીટેબલ સેન્ડવીચ અને લીંબુ શરબત બનાવવાનું પણ શીખવાડતા. અને શિખર એ હોંશે હોંશે શીખતો પણ ખરો. શરૂઆતમાં બધાંને લાગતું હતું કે, આ બહુ લાંબુ નહીં ચાલે પરંતુ ધીમે ધીમે જે રીતે કેસોની સંખ્યા વધી રહી હતી એ જોઈને આ ખરેખર ચિંતાજનક બાબત તો હતી જ. સમાચારની દરેક ચેનલમાં આ કોરોના વાયરસના જ ન્યુઝ આવતા હતા. એ સિવાય બીજું કંઈ જ નવું