૮: રોકડાની માયા... ! પ્રભાતની વિદાય થયાં પછી દિલીપ તાબડતોબ ટૉયલેટમાં પહોંઓ અને એણે તરત જ ટ્રાન્સમીટર પર નાગપાલનો સંપર્ક સાધ્યો. 'બોલ, પુત્તર' સામે છેડેથી નાગપાલનો વ્યાકુળ અવાજ સંભળાયો, ‘શું રિપોર્ટ છે ?’ ‘મારી શંકા બિલકુલ સાચી હતી અંકલ.’ દિલીપ ધીમા અવાજે બોલ્યો, 'પ્રભાતે દેશ સાથે જે દ્રોહ કર્યો છે તેની પાછળ ખરેખર એક ઘટના બની હતી. આજે મેં એ ઘટનાની વિગતો પણ મેળવી લીધી છે.’ 'કેવી ઘટના.’ ‘અંકલ, પ્રભાત પાકિસ્તાનમાં એક પરિણીત યુવતીનાં પ્રેમમાં પડ્યો છે અને એનાં માટે જ એણે દેશદ્રોહ કર્યો છે.' કહીને દિલીપે ટૂંકમાં પણ મુદાસર બધી વિગતો જણાવી દીધી. ‘ઓહ... તો પ્રભાત પાકિસ્તાનમાં રૂખસાના નામની