6 બેરેક નં-૫ પાંચ નંબરની બૅરેકમાં પહોંચીને દિલીપે રાહતનો શ્વાસ લીધો. હવે એ પોતાનાં નિર્ધારિત સ્થળે આવી ગયો હતો. અહીંથી જ તેને આ જેલ તોડવાની પોતાની યોજના આગળ ધપાવવાની હતી. પાંચ નંબરની બૅરેકમાં પ્રભાત રાઠોડને શોધવામાં પણ એને મુશ્કેલી ન પડી. થોડી વારમાં જ પ્રભાત એની નજરે ચડી ગયો. તે પોતાના દેહ ફરતે ધાબળો વિંટાળીને એક ખૂણામાં બેઠો બેઠો જાણે પોતાનું ભાવિ જાણવાનો પ્રયાસ કરતો હોય, એ રીતે પોતાની હથેળી સામે જોતો હતો. એનો ફૌજી જેવો દેખાવ હજુ યથાવત હતો. અલબત્ત એનાં ચહેરા પર દાઢી વધી ગઈ હતી. દિલીપ તેનાંથી થોડે દૂર જઈને બેસી ગયો. ત્યાર પછીના બે કલાક એણે