સૈલાબ - 4

(47)
  • 4.6k
  • 4
  • 3k

૪ શંકાનાં વમળ... અનવર હુસેન તથા રૂખસાનાના ચહેરા પર પરમ તૃપ્તિનાં હાવભાવ છવાયેલાં હતા. થોડી વાર પહેલાં જ તેમણે શય્યા સુખ માણ્યું હતું. ત્યાર બાદ ટી.વી. પર સમાચાર જોયા પછી રૂખસાનાએ ટી.વી. બંધ કર્યું અને પલંગ પર અનવરની બાજુમાં બેઠાં પછી ટેબલ પર પડેલી કીટલીમાંથી કૉફીનાં બે કપ તૈયાર કરવા લાગી. ‘અનવર... !’ તે એક કપ અનવરના હાથમાં મૂકતા બોલી, ‘આ સમગ્ર મામલામાં મને એક વાત ખૂબ જ વિચિત્ર અને અજુગતિ લાગે છે.’ ‘કઈ વાત...?’ અનવરે પ્રશ્નાર્થ દૃષ્ટિએ એની સામે તાકી રહેતાં પૂછ્યું. ‘આપણે આપણા મિશનથી ગણપતને વાકેફ કર્યો, એ વાતને વધુ દિવસો નથી થયા. તને યાદ છે ?' પહેલી