ધૂલો તો હરખપદૂડો (DTH) - પ્રકરણ ૪૫ આપણે જોયું કે મૂકલા મુસળધારે ચલાવેલ કાલ્પનિક તુક્કા હકીકતમાં સો ટકા સાચાં પડતા એમના મિત્ર વર્ગની હાજર મહિલાઓ એને ચમત્કારિક બાબાનો દરજજો આપી એક આશ્રમ ખોલવા તૈયારીઓ કરી રહી છે. એ દરમ્યાન હિરકી હણહણાટ એમના મિત્ર વર્ગની માસિક શનિવારીય બેઠક, જે એના ઘરે ગોઠવાઈ છે, એના આહાર બંદોબસ્ત માટે એક જયાબેનને ફોન કોલ કરે છે. હવે આગળ...હીરકીએ હણહણાટ સાથે એની આખરી જરૂરિયાત જયાબેનને જણાવી દીધી, "જુઓ બહેન, મેં તમારું નામ અને કામના ભરપેટ વખાણ સાંભળ્યા છે. એટલે એ ઓર્ડર કે એડવાન્સની ચિંતા નથી પણ મારી ચિંતા અલગ જ છે."જયાબેન જરાય ઉત્સુકતા કે અચરજ