ડાયરી - સીઝન ૨ - વસુધૈવ કુટુંબકમ્ - Rethinking

  • 1.9k
  • 870

શીર્ષક : વસુધૈવ કુટુમ્બકમ્ - Rethinking©લેખક : કમલેશ જોષીઅમારી શેરીના એક અવાવરું ઘરમાં એક કૂતરી વિયાણી અને તેણે ચાર-પાંચ બચ્ચાને જન્મ આપ્યો, બરાબર એ જ દિવસે અમારી શેરીના ત્રીજા ઘરે રહેતા એક શિક્ષક પરિવારમાં પણ એક બાળકનો જન્મ થયો. મારા બાએ કૂતરી માટે શીરો બનાવ્યો અને કૂતરીને જમાડવા જતી વખતે મારા ત્રીજું ધોરણ ભણતા ભાણિયાને સાથે લેતી ગઈ. છ દિવસ બાદ પેલા ત્રીજા ઘરે જન્મેલા બાળકની નામકરણ વિધિમાં પણ બા અને ભાણિયો ગયા. ભાણિયાના મનમાં અનેક મૌલિક પ્રશ્નો ઉદભવ્યા. એણે મને પૂછ્યું, "મામા, પેલી કૂતરીએ બચ્ચાને જન્મ આપ્યો તો એને મળવા કેમ બીજા કૂતરાઓ, ગલૂડિયાના દાદા, કાકા, મામા જેવું કોઈ