શિખર - 12

  • 2.3k
  • 3
  • 1.4k

પ્રકરણ - ૧૨ શિખરની ઉંમર પણ હવે જોતજોતામાં વધવા લાગી હતી. સમય કેટલો ઝડપથી પસાર થઈ જતો હોય છે નહીં! સમયની ગતિ પણ ઘડિયાળન સેકંડ કાંટાની જેમ જ કદાચ ખૂબ તેજ હોય છે. શિખર પણ તેજ ગતિથી વૃદ્ધિ પામવા લાગ્યો હતો. શિખર હવે ત્રણ વર્ષનો થઈ ગયો હતો એટલે આજે પલ્લવી અને નીરવ બંને એનું શાળામાં એડમિશન લેવા માટે જવાના હતા. પોતાનો દીકરો આજે પહેલીવાર શાળાએ જશે એ વાતની ખુશી એ બંને માતા-પિતાના ચહેરા પર ખૂબ જ છલકી રહી હતી. પોતાના બાળકને પહેલીવાર શાળાએ મોકલવાનો આનંદ તો દરેક માતાપિતાને અનેરો આવતો જ હોય છે. નીરવ અને પલ્લવી પણ એમાંથી બાકાત