ઔષધો અને રોગો - 4

  • 6.2k
  • 2.4k

અતીવીષની કળી: અતીવીષા એ નામ પ્રમાણે બીલકુલ ઝેરી નથી. અતીવીષા એટલે અતીવીષની કળી. એ બાળકોનું ઔષધ છે. અતીવીષની કળી જઠરાગ્નીને પ્રદીપ્ત કરનાર, આહાર પચાવનાર તથા મળ બાંધનાર છે. આથી જે બાળકને કાચા, ચીકણા કે પાતળા ઝાડા થતા હોય તેમના માટે એ ઉત્તમ ઔષધ છે. અતીવીષ ઉત્તમ આમપાચક પણ છે. વળી એ કડવાશને લીધે તાવ, પટેના કૃમિ અને કફનો નાશ કરે છે. અતીવીષનું ચૂર્ણ બાળકોને આખા દિવસમાં અડધી ચમચી જેટલાં પરંતુ ખુબ નાના બાળકને તો માત્ર ઘસારો જ આપવો. માના ધાવણ જેવું તે નીર્દોષ ઔષધ છે.અતીવીષની કળી કાંઈક ગરમ, તીક્ષ્ણ, અગ્નીદીપક, ગ્રાહી-મળને બાંધનાર, ત્રીદોષશામક, આમાતીસાર, કફપીત્તજ્વર, ઉધરસ, વીષ, ઉલટી, તૃષા, કૃમી,