ઔષધો અને રોગો - 1

  • 7k
  • 2.9k

અક્કલકરો: અક્કલકરાનાં એક થી દોઢ ફુટનાં છોડ બંગાળ, ઈજીપ્ત અને અરબસ્તાનમાં થાય છે. આપણે ત્યાં આ છોડ કોઈ કોઈ સ્થળે થાય છે. તેનાં મુળ અને ડાખળી આપણા દેશમાં આયાત થાય છે. એના છોડને પીળા-સોનેરી ફુલો આવે છે. તેની ડાખળી ચાવવાથી જીભે રવરવ થાય છે અને મોઢામાંથી લાળ પડે છે. તેનાં ફુલો ઉધરસ ઉપર પાનમાં ખવાય છે. એની આયાત અલ્જીરીયાથી કરવામાં આવે છે. એનાં મુળ બજારમાં મળે છે. તે બે થી ત્રણ ઈંચ લાંબા અને ટચલી આંગળી જેટલાં જાડાં હોય છે. આ મુળ બહારથી ભુરા રંગના અને તોડવાથી અંદર સફેદ જેવાં હોય છે. મુળને ચાખવાથી જીભ પર ચમચમાટ થાય છે. એ