દરિયા નું મીઠું પાણી - 15 - શિક્ષિકા

  • 2k
  • 1
  • 1.1k

રવિવાર હતો. શહેરનાં પોશ એરિયામાં આવેલ ભવ્ય બંગલામાંની લોનમાં સુકેતુ સવારમાં બેઠો બેઠો મેગેઝીન્સ ઉથલાવતાં ઉથલાવતાં કોફી પી રહ્યો હતો. પૂજાના રૂમમાં તેની પત્ની નિતા પ્રાર્થના કરી રહી હતી. આ રોજનો ક્રમ હતો. પોતે આઠેક વાગ્યે ઉઠતો પણ નીતા સવારમાં પાંચેક ઉઠી જતી. નીતા શહેરથી થોડે દૂર આવેલ એક ગામમાં પ્રાથમિકશાળામાં શિક્ષિકા તરીકે નોકરી કરતી, અને સુકેતુ શહેરનાં જાણીતા ઉદ્યોગ પતિનો એકનો એક દીકરો અને આ શહેરનો નગરપાલિકામાં પ્રમુખ. અને હવે તો તે અનેક સંસ્થાનો પ્રમુખ, અનેક ચેરીટેબલ ટ્રસ્ટનો સભ્ય, અનેક સંસ્થામાં ટ્રસ્ટી અને કાંઈક સામાજિક સંસ્થાઓનો મોભી હતો.સુકેતુ નાહીને બહાર આવ્યો. નીતા કિચનમાં નાસ્તો બનાવતી હતી. શક્કરપારા, સેવ મમરા,મકાઈના