બર્બરકજિષ્ણુ - જયસિંહ સિદ્ધરાજ - ભાગ 38

  • 1.9k
  • 1
  • 990

૩૮ મુંજાલે શું કહ્યું? ‘મહારાજ! તમને ગાંડી રજપૂતીનો શોખ હશે તો આ ત્રણે જુદ્ધ જે આવી રહ્યા છે તે તમારો, મારો, પાટણનો ને દેશનો નાશ કરશે, નહિતર એમાંથી જ મહારાજ અવંતીનાથ પણ થશે. અને મહારાજનું જે સ્વપ્ન છે  વીર વિક્રમનું – એ પણ સિદ્ધ થશે. જુદ્ધ તો એ જીતે છે, જે જીતવાનો સંકલ્પ કરે છે. સોરઠનું સૈન્ય, પ્રયાણની ઘોષણા પ્રભાતે જ થઇ જાય તે તરત ઊપડે એમાં જ પ્રતિષ્ઠા હતી. આજે કેશવ તો તૈયાર છે જ!’ ઝાંઝણે આપેલા સમાચારે મુંજાલ મહારાજને રાતે જ મળવા આવ્યો હતો. સૈન્યપ્રયાણના ઘોષની વાત આઘી ઠેલાણી હતી. મહારાજનું મન બદલાયું કે શું એવી મુંજાલને શંકા