બર્બરકજિષ્ણુ - જયસિંહ સિદ્ધરાજ - ભાગ 37

  • 2k
  • 1
  • 962

૩૭ સોરઠી જુદ્ધ આવે છે! હવેલી અને ઘોડારની આગ શમવા આવી. ઘોડાં ઘણાંખરાં કબજે આવી ગયાં ને સૌ પોતપોતાના સ્થાને જવા નીકળ્યા. મુંજાલે એક ચકોર દ્રષ્ટિ ચારે તરફ ફેરવી. એણે મહારાજને એક બાજુ ઉપર શાંત ઊભેલા દીઠા. તે સમજી ગયો. જાણે કાંઈ ન હોય તેમ મહારાજ આ ઘા સહન કરવા મથી રહ્યા હતા. પણ એમના અંતરમાં એક મહાનલ પ્રકટ્યો હતો. તેણે સોરઠનું ભયંકર શોણિતભીનું જુદ્ધ આવતું દીઠું. લાટમાં ગાંડો દંડનાયક છે એટલે ત્યાં પણ જુદ્ધ થતું એણે જોયું. માલવામાં નરવર્મદેવના સમાચાર તો આજે જ ઝાંઝણે એણે કહ્યા હતા અને એ ધ્રૂજી ઊઠ્યો હતો. નરવર્મદેવ પાસે માલવામાં જેટલા હાથી હતા, એટલી