બર્બરકજિષ્ણુ - જયસિંહ સિદ્ધરાજ - ભાગ 36

  • 1.9k
  • 966

૩૬ મધરાતે પાટણે જોયેલું દ્રશ્ય મુંજાલ બે ક્ષણમાં જ વસ્તુસ્થિતિ સમજી ગયો – દેવડી રા’ની સાથે ઊપડી ગઈ હતી. કેશવે આ જાણીજોઈને કર્યું હોય કે પછી ગાંડી રાજપૂતીનો ઊભરો એને આવ્યો હોય. એ પોતે ઝાંઝણના સમાચારે આ બાજુ આવ્યો હતો. કાંઈક સનસા લાગી; ઘોડાને એક બાજુ અંધારામાં રાખી, ગુપચુપ અવાજ તરફ આવ્યો. દેવડીના કેશવને સંબોધાયેલા છેલ્લા શબ્દો એણે સાંભળ્યા-ન-સાંભળ્યા ને તરત તેણે પ્રગટ થઈને પડકાર કર્યો, પણ રા’ની સોનરેખ તો એ જ ક્ષણે ઊપડી ગઈ હતી. તે કેશવ તરફ જોઈ રહ્યો: ‘કેશવ નાયક! આ શું? મહારાજને જવાબ શી રીતે અપાશે? પળ-બે-પળમાં મહારાજ આવ્યા બતાવું –‘ મુંજાલ આગળ બોલતો અટકી ગયો.