બર્બરકજિષ્ણુ - જયસિંહ સિદ્ધરાજ - ભાગ 35

  • 2.1k
  • 1
  • 922

૩૫ દેવડીને રા’ ઉપાડી જાય છે! કેશવ કનસડા દરવાજા પાસે મહારાજની રાહ જોતો ઊભો રહ્યો. જ્યાં સુધી હજી મહારાજે બર્બરક તરફ પગ માંડ્યા ન હતા ત્યાં સુધી એને કાંઈક પણ આશા હતી – એ એમનાં ચરણે પડીને પણ એમને પાછા વાળશે, કોઈ ને કોઈ ઉપાયે એ રાજાને શાશ્વત અશાંતિમાંથી ઉગારી લેશે. એના હ્રદયમાં રાજા પ્રત્યે જુદા જ પ્રકારની મમતા હતી. અત્યારે એ પાટણનો સેનાનાયક હતો ને ન હતો. અત્યારે તો એ સરસ્વતીનદીના કાંઠા ઉપર મહારાજ સાથે રમનારો એમનો બાલમિત્ર બની ગયો હતો. મહારાજ વિષે જે એ સમજે તે કોઈ ન સમજે. એ એના અંતરંગનો જાણકાર હતો, એનું સાંનિધ્ય સેવનાર હતો.