બર્બરકજિષ્ણુ - જયસિંહ સિદ્ધરાજ - ભાગ 28

  • 2.4k
  • 2
  • 1.3k

૨૮ સિદ્ધરાજનું સ્વપ્ન પોતાની મન:સૃષ્ટિના એક શતાંશને પણ સ્પર્શે એવું હજી સિદ્ધરાજની દ્રષ્ટિએ આવ્યું ન હતું. એ ઝંખી રહ્યો હતો હરિષેણ જેવા એકાદ મંત્રીને, કાલિદાસ જેવા કોઈ મહાકવિને, ધ્રુવસ્વામિનીદેવી જેવી કોઈક નારીને. મહાન મંત્રી, મહાકવિ કે મહાન નારી – એ ત્રણેમાંથી કોઈ એણે હજી મળ્યું ન હતું. એના હ્રદયમાં અશાંતિ હતી, કાર્યમાં વેગ હતો, મનમાં ત્વરા હતી, વાણીમાં સ્વપ્ન હતું. એને રાત-દિવસ ઝંખના હતી કાંઇક મહાન, કાંઇક મહાન, કાંઇક ભવ્ય, કાંઇક ઉત્તુંગ, કાંઇક લોકોત્તર, કાંઇક ચિરંજીવ સરજી જવાની. એ મન:સૃષ્ટિ રાત ને દિવસ એની પાછળ પડી હતી. એણે દેવડીને જોઈ ત્યારે એને લાગ્યું કે જે મહાન નારી માટે એ ઝંખના