બર્બરકજિષ્ણુ - જયસિંહ સિદ્ધરાજ - ભાગ 26

  • 2.1k
  • 1
  • 994

૨૬ દેવડીનું હ્રદય દેવડી જેવી તદ્દન સામાન્ય સ્ત્રી મહારાણીપદે આવે એ મંત્રીમંડળમા કોઈને રુચતું ન હતું. રાજમાતા તો વિરુદ્ધ હતાં, માત્ર મહારાજ પોતે દ્રઢ હતા, એટલે હરહંમેશ પાટણનો પ્રશ્ન વધારે વિકટ થતો હતો. કેશવ દેવડા પાસે વારંવાર આવતો. કૃપાણ પણ આવતો-જતો. પણ સોનલનો નિર્ણય હજી દેવડો મેળવી શક્યો ન હતો. તે બહાનાં આપતો, વખત કાઢતો. પણ ખેંગાર આવવાનો છે, એ સાંભળીને દેવડાને ભય લાગ્યો હતો. એટલે એણે આ વાતને જલદી પતાવવામાં સાર જોયો હતો. લચ્છીને મોકલવામાં દેવડાનો હેતુ આ પ્રશ્નનો તાત્કાલિક નિર્ણય કરી લેવાનો હતો. દેવડાએ માતા-પિતા વિશેની પૃચ્છા કરતાં એને ઘણી વખત સાંભળી હતી. લચ્છીને કાંઈક એ વાતનો પરિચય