બર્બરકજિષ્ણુ - જયસિંહ સિદ્ધરાજ - ભાગ 24

  • 1.9k
  • 1.1k

૨૪ હંસરાજને પડકારીને ખેંગાર પાછો ફર્યો કેશવ નાયકના કહ્યા પ્રમાણે ખેંગારજી ને દેવડોજી સાંજે મહારાજને મળવા ગયા હતા. મોડી સાંજે જ્યારે તેઓ રાજદરબારમાંથી પાછા ફર્યા ત્યારે દેવડો એમને બંનેને નિહાળીને વિચારમાં પડી ગયો. ખેંગાર કાંઈ બોલ્યો ન હતો, પણ મહીડો મુંજાલ મહેતાને ઇન્દ્રનો અવતાર કહીને વખાણી રહ્યો હતો. રાજદરબારમાં મહિડાના લાભની કાંઈ વાત થઇ છે એટલું દેવડાએ અનુમાન કર્યું. વાળુ થઇ ગયું. મહીડાએ પોતાની સાંઢણી તૈયાર કરવા માંડી. ‘કેમ, નીકળવું છે, મહીડાજી?’ ‘હા, ચાંદની રાત છે – ધીમેધીમે ઉમેટા-ભેગા થઇ જઈએ.’ ‘પણ ત્યારે તમે શું આવ્યા, શું ચાલ્યા? મુંજાલ મહેતાએ શું કહ્યું? મહારાજ મળ્યા કે નહિ?’ મહીડો ખીલ્યો: ‘મહારાજ તો