બર્બરકજિષ્ણુ - જયસિંહ સિદ્ધરાજ - ભાગ 22

  • 1.8k
  • 1
  • 1k

૨૨ મહાઅમાત્યને ત્યાં ખેંગાર પાટણ પહોંચ્યો. પણ એના આશ્ચર્યનો પાર રહ્યો નહિ. જે પાટણ એણે કેટલાક સમય પહેલાં મૂક્યું હતું તે જાણે આજે ત્યાં રહ્યું ન હતું. કોઈ નવું જ નગર પોતે જોતો હોય એમ એને લાગ્યું. એણે જે પાટણ છોડ્યું હતું તે થોડુંક પણ અવ્યવસ્થિત લાગતું હતું. રાજાની શક્તિ વિષે જરાક શંકાશીલ હતું. માલવાના ડરે થોડુંક અશ્રદ્ધાળુ ને ભયભીત રહેતું. પણ આજે સિદ્ધરાજનું પ્રભાવશાળી વ્યક્તિત્વ દેશ-આખા ઉપર છવાઈ ગયું હતું. પાટણનું એક નાનામાં નાનું છોકરું પણ પોતાનો રાજા અજિત છે એમ માનતું જણાયું. પાટણનો પરાજય એ જાણે કોઈની કલ્પનામાં ન આવે એ વસ્તુ બની ગયો લાગી. સિદ્ધરાજ જ્યાં જાય