બર્બરકજિષ્ણુ - જયસિંહ સિદ્ધરાજ - ભાગ 21

  • 2.1k
  • 1
  • 1.2k

૨૧ ખેંગારની ચિંતા પોતાની અજિત ગિરિમાળાના અભેદ્ય દુર્ગના કોટકાંગરા ઉપર રા’ ખેંગાર આથમતી સંધ્યાનું તેજ નિહાળતો આંટા મારી રહ્યો હતો. તેની દ્રષ્ટિ ચારેતરફના જંગલો ઉપર ફરીને, સામેનાં એક ભૈરવી ભયંકર ખડક ઉપર સ્થિર થઇ ગઈ. એ ખડકમાં એણે પોતાના મનનો આજ પડઘો દીઠો. વજ્ર જેવી અડગતાનો એ ખડક જાણે પ્રતિક હતો. તે એક-બે ક્ષણ એ ખડકને નિહાળતો એમ ને એમ ઊભો રહ્યો. રા’નવઘણની એક પ્રતિજ્ઞા એ પાળી ચૂક્યો હતો. ભોંયરાનો કિલ્લો એણે ભોંયભેગો કર્યો હતો. એને એક વાત તો ક્યારની મનમાં ઊગી આવી હતી. જયસિંહે બર્બરકનો વિજય પોતે કર્યો હતો, રણક્ષેત્રમાં ઊતરીને દ્વન્દ્વયુદ્ધમાં એને વશ કર્યો હતો, ત્યારથી એના મનમાં