બર્બરકજિષ્ણુ - જયસિંહ સિદ્ધરાજ - ભાગ 20

  • 2.5k
  • 1
  • 1.3k

૨૦ રા’ નવઘણની મૃત્યુશય્યા સોરઠનો સિંહ પોતાની ગુફામાં છેલ્લા શ્વાસ લેતો હતો. આસપાસ જીવનભર અણનમ રહેલાં કેટલાક સામંતો બેઠા હતા. ઢોલિયાની પાસે ઓશીકા બાજુ રાણી બેઠાં હતા. રા’ના કપાળ ઉપર એમનો હાથ હતો. આંખમાં આંસુ હતા. ખૂણામાં ત્રિપુંડ લગાવીને બ્રાહ્મણો મૃત્યુંજયનો પાઠ કરવા બેસી ગયા હતા. રા’ના કુંવર રાયઘણ, શેરઘણ, ચંદ્રચૂડ ઢોલિયા સામે ઊભા હતાં. સર્વત્ર શોકની છાયા હતી.  રા’નો જીવ જાતો ન હતો. તે ઢોલિયામાં આમથી તેમ પછડાતો હતો. આંખો એની  બંધ હતી. દસોંદી ભાટ ને ચારણો ભેગા થઇ ગયા હતા. એક તરફ ઘીના દીવા પાસે બેસીને એક બ્રાહ્મણ જળયંત્ર જોઈ રહ્યો હતો. રા’ના જીવનત્યાગની ઘડી, એની ગણતરી પ્રમાણે