બર્બરકજિષ્ણુ - જયસિંહ સિદ્ધરાજ - ભાગ 17

  • 2.1k
  • 1
  • 1.3k

૧૭ જયદેવ રા’નવઘણની પછવાડે પડ્યો ‘કેશવ! આ તો ભારે થઇ! રા’ ઘા કરી ગયા? આપણું નાક એમને વાઢી નાખ્યું! પાટણમાંથી હાથતાળી દઈને રા’ ભાગી જાય – એ તો હદ થઇ ગઈ! આ ગયો ખર્પરક, એ જબરો ઉઠાવગીર લાગે છે! એની વાત હવે અત્યારે તો કરવાનો વખત જ નથી, કારણ કે પળેપળે રા’ની ને આપણી વચ્ચે છેટું પડતું જાય છે. હવે તું આ જ ક્ષણે આંહીંથી જ સીધો સિદ્ધપુર જા. પૃથ્વીભટ્ટ! ત્રિભુવનને ખબર કરી દે... પાટણના દરવાજામાં પણ જાવાનું મારે કામ નથી. નાગવેલને પહોંચવાનો બીજો કોઈ રસ્તો જ નથી... કેશવ! તમે હવે એને પહોંચી રહ્યા. રા’ નાગવેલ ઉપર એકલો ભાગ્યો છે.