બર્બરકજિષ્ણુ - જયસિંહ સિદ્ધરાજ - ભાગ 13

  • 2.5k
  • 1
  • 1.6k

૧૩ ખર્પરક પોતાની યોજના ઘડે છે કોઈકે વિજયાને ભગવાન શંકરની સખી માની છે. ભગવાન શંકરની તો એ સખી હોય કે ન હો, પણ ખર્પરકની તો એ પ્રિયતમા હતી. જ્યારે-જ્યારે દુનિયાને વિસ્મય પમાડે તેવાં પરાક્રમ કરવાની ખર્પરકને ઈચ્છા થઇ આવતી – અને એવી ઈચ્છા એને વારંવાર થાતી – ત્યારેત્યારે ભગવાન શંકરની આ સખીની એ આરાધના કરતો. એ રા’નો ગુપ્તચર હતો એ તો અકસ્માત – બાકી કોઠાવિદ્યા તે મહાચોરની હતી. હમણાં એવો પરાક્રમ કરવાનો સમય આવ્યો હતો, એટલે ખર્પરકે વિજયાનું વધારે આરાધન શરુ કર્યું. રા’ને તે દિવસે એણે જોયા નહિ ને પોતાને પાટણ પાછું ફરવું પડ્યું, ત્યાર પછી એણે વિજયાની માત્રા વધારી