બર્બરકજિષ્ણુ - જયસિંહ સિદ્ધરાજ - ભાગ 12

  • 2.3k
  • 2
  • 1.4k

૧૨ રા’નું શું કરવું? રા’ને જયસિંહદેવે જતો રોક્યો હતો ને હમણાં એને દેખરેખમાં રાખ્યો હતો એ વાતની સાંતૂને જાણ થઇ હતી ને એ અતિ સાહસિક લાગી હતી. મુંજાલના કહેવાનો ભાવાર્થ એ એવી રીતે સમજ્યો હતો કે દંડનાયક પણ આ નીતિનો તો વિરોધી છે જ અને એ સાંતૂની વાતને સમર્થન આપે છે. રાજમાતા તો અત્યારે રા’ને છંછેડવાની વિરુદ્ધ જ હતાં. જગદેવ ગયો, એટલે સાંતૂએ પોતાની રાજનીતિની રેખા પ્રકટ કરવાની તક લીધી: ‘હવે પાછું મહારાણીબા! આના વિષે પણ સંભાળવું તો પડશે જ. ગમે તેમ પણ એ પરમાર છે. આના કરતાં તો રા’ જેવાને સાધ્યા હોય તો ખપ લાગે!’ ‘પણ રા’ – રા’