બર્બરકજિષ્ણુ - જયસિંહ સિદ્ધરાજ - ભાગ 11

  • 2.1k
  • 1
  • 1.5k

૧૧ જગદેવ પોતાની વાત કહે છે જગદેવ તરફ જયસિંહદેવે એક દ્રષ્ટિ કરી. એનામાં રહેલી અદભુત વીરતાની વાત ત્રિભુવનપાલે એને કરી હતી. એને જોતાં જ એ એને સાચી લાગી. મીનલદેવીએ એની ઊંચા પ્રકારની રાજપૂતીનો ખ્યાલ મેળવી લીધો. અત્યારે જ્યારે બર્બરક જેવાની વાત માથા ઉપર ગાજી રહી હતી, ત્યારે એના જેવા માણસની જ જરૂર હતી. પણ એ પરમાર હતો. ને કોઈ પ્રકારનો વિશ્વાસઘાત થઇ ન જાય એ પણ જોવાનું હતું. તેણે ત્રિભુવન તરફ જોઇને પૂછ્યું: ‘ત્રિભુવન! પરમારજી ક્યાંના? અવંતીના? નીકળ્યા છે કોઈ મનદુઃખથી કે કોઈ કારણથી? આમ ક્યાં સોમનાથ જાય છે?’ જગદેવે હાથ જોડ્યા: ‘માતાજી! હું તો બાર જ્યોતિર્લીંગધામનો જાત્રાળુ છું. મનદુઃખથી