બર્બરકજિષ્ણુ - જયસિંહ સિદ્ધરાજ - ભાગ 8

  • 2.2k
  • 1
  • 1.4k

૮ મુંજાલે શ્રીગણેશ માંડ્યા કાળબળ સામે વ્યક્તિની મહત્તા કેટલી ક્ષુલ્લક છે એ જાણવા માટે એક વખતના પાટણના મહાઅમાત્ય સાંતૂની હવેલી પાસે કોઈ આંટો મારી આવે, તો કાં એ  જ્ઞાની થઇ જાય અથવાતો સંસારત્યાગી થઇ જાય. આ એ જ સ્થળ હતું, જ્યાં એક વખત મંડલેશ્વરો, માંડલિકો, સેનાપતિઓ ને દંડનાયકો આંટા મારતા. મહાઅમાત્યની ઝાંખી માટે ચોવીસે ઘડીની તપશ્ચર્યા કરતાં. આજે સમય પલટાયો હતો. તરુણ જયદેવ મહાઅમાત્યનું માન રાખતો. રાજમાતા એને પૂછતાં. એ પોતે હજી મહાઅમાત્ય જ હતો, પણ એની મહત્તા ધીમેધીમે ઘટી ગઈ હતી. એનું સ્થાન હજી ખાલી હતું. એ સ્થાન ઉપર કોઈ આવ્યું ન હતું, કોઈ આવવાનું પણ ન હતું, પણ