બર્બરકજિષ્ણુ - જયસિંહ સિદ્ધરાજ - ભાગ 5

  • 2.7k
  • 2
  • 1.8k

૫ પાટણના મહારથીઓ દરેક નગરીને પોતાનું વ્યક્તિત્વ હોય છે; પણ જ્યાં ઈતિહાસ ઘડાય છે ત્યાં એ વ્યક્તિત્વ અદભુત અને તેજસ્વી બની રહે છે. વ્યક્તિત્વ વિનાની કોઈ નગરી કલ્પી જ શકાતી નથી. વનરાજદેવે વસાવેલી પાટણનગરીનું પણ એવું જ હતું. પોતે રાજા હતો. નગરી પોતે જ વસાવી હતી, યુદ્ધ પણ વર્ષો સુધી કરીને પોતે જ દેશને જન્મ આપ્યો હતો, છતાં જ્યારે નગરીનો નામકરણસમય આવ્યો, ત્યારે મહારાજ વનરાજદેવે પોતાના સાથી ભલા, ભોળા જૂના વિશ્વાસુ મિત્રનું નામ આગળ ધર્યું. વનરાજ નહિ, અણહિલપુર પાટણ વસાવ્યું. ત્યારથી એ નગરીનો ઈતિહાસ ઘડાવા માંડ્યો. પછી તો પાટણની એક અભંગ પ્રણાલિકા જ બની ગઈ કે એ નગરીમાં સિંહાસન મહાન,