બર્બરકજિષ્ણુ - જયસિંહ સિદ્ધરાજ - ભાગ 4

  • 2.8k
  • 2
  • 1.7k

૪ મહાઅમાત્યની ચિંતા ખર્પરકનું અનુમાન સાચું હતું. રાજમાતા મીનલે સાંજે જ પહેલાં તો ખાનગી મંત્રણાસભા બોલાવી. મહાઅમાત્યને ત્યાં આવવાનું આમંત્રણ મળ્યું. કેશવે એ સમાચાર આપ્યા અને સાંતૂને એમાં રા’નો વિજય દેખાયો. રા’ જમાનાનો ખાધેલ વિચક્ષણ પુરુષ હતો. અત્યારે પાટણમાં ભેદ પાડવાની પરિસ્થિતિ તેણે જોઈ લીધી. તે જેટલો ઉગ્ર, કડક અને બરછટ હતો એટલો જ ઠંડો, શીળો અને કુનેહબાજ થઇ શકતો – થવું હોય ત્યારે. અત્યારે એ એકદમ ઠંડો થઇ ગયો. મદનપાલની વિપત્તિને એણે ભાવિના લેખ તરીકે શાંતિથી સ્વીકારી લીધી એમાં પણ આ જ હેતુ હતો. ‘પણ આપણે પૂછો તો ખરાં, બા!’ તેણે ધીમેથી મીનલદેવી પાસે મૂક્યું હતું: ‘કે આ અન્યાય