બર્બરકજિષ્ણુ - જયસિંહ સિદ્ધરાજ - ભાગ 2

  • 3.3k
  • 2
  • 2.2k

૨ રા’ આવ્યો મોંસૂઝણું થયું ત્યાં લક્ષ્મદેવ અને લોલાર્ક જાગી ઊઠ્યા. તેમણે ઉતાવળે-ઉતાવળે પ્રાત:કાર્ય આટોપી લીધું. ઊપડવાની તૈયારી કરતા હતા, એટલામાં કોઈક આ બાજુ આવતું લાગ્યું. સોનેરી-રૂપેરી ઘૂઘરીનો અવાજ આવી રહ્યો હતો. કોઈ રાજવંશી છે કે શું – કુતૂહલમાં બહાર દ્રષ્ટિ ફેંકે છે ત્યાં એમને શિવાલયની પાસે જ એક સાંઢણીને ઝોકારતી જોઈ. સાંઢણી ઉપરથી એક પ્રચંડકાય પુરુષ નીચે ઊતર્યો. વૃદ્ધ છતાં તે અણનમ હતો અને એની કાયામાં હજી શક્તિ ને સ્ફૂર્તિ હતી. તે નીચે ઊતરીને અણનમ ઊભો રહ્યો. ચારે તરફ એણે એક નજર ફેરવી: ‘આંહીં તો કોઈ આવ્યું લાગતું નથી, રાણંગ! કાં તો આપણો સંદેશો જ નહિ મળ્યો હોય! પેલા